આ વર્ષે (2026) સપ્ટેમ્બર માં બધા ગુજરાતીઓ જાપાન જવાના છે.
- Nimish Thakkar
- 4 days ago
- 1 min read
ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન( જી જી એફ )એ મુંબઈ સ્થિત ગુજરાતીસમુદાયની બિન-લાભકારી સંસ્થા છે .અને તેની સ્થાપના શ્રીનિમિશ ઠક્કર દ્વારા કરવામાં આવી છે.
જી જી એફ ની મહાન સંસ્થા જેની શરૂઆત કોરોના સમય માં થઈહતી બધા ગુજરાતીઓને એક સાથે જોડવાનું કામ તો એ કર્યું છે તથાગુજરાતીઓનું મોટામાં મોટું જૂથ સાબિત થયું છે.
કોરોના કાળના કપરા સમયમાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 2000 કાર્યક્રમોનું ઓનલાઇન આયોજન કરી સર્વને વ્યસ્ત રાખ્યા હતા .ગુજરાતીઓને એક ઉચ્ચ હોદ્દા તથા સન્માન્ય અને પ્રગતિશીલગુણવત્તા લાવવાનું કાર્ય ચાલુ છે સંગીતથી ગીત થી ભાઈચારા થીમાનવ કલ્યાણ થી આધ્યાત્મિકતાથી ગુણવત્તાથી પ્રામાણિકતાથીસંસ્થા કાર્ય કરી રહી છે. પાંચ જ્યોતિર્લિંગની યાત્રા ,અષ્ટવિનાયકની યાત્રા ,શ્રીનાથજી નાથદ્વારા યાત્રા ,દહાણુ મહાલક્ષ્મી માતાનીયાત્રા ,બોટ પાર્ટી લોનાવાલા પિકનિક ,જલારામ ધામ યાત્રા આવાઘણા બધા કાર્યક્રમો કર્યા છે ,કોઈપણ નફો વગર ગુજરાતીઓનેઓછામાં ઓછા પૈસા ઇન્ટરનેશનલ ટુર દુબઈ - બાલી તથા અમેરિકા અલ્સકા કેનેડા સફળ આયોજન કર્યું છે. આ વર્ષેસપ્ટેમ્બરમાં બધા ગુજરાતીઓ જાપાન જવાના છે.જી જી એફ વૃદ્ધનાગરિકોને સશક્ત કરવા અને તેમની વ્યક્તિગત પરિવર્તનયાત્રામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમને અમારા વારસા, સંસ્કૃતિ અને મૂલ્યો પર ગર્વ છે અને સમયાંતરે ધાર્મિક પ્રવૃત્તિઓઓનલાઈન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓનલાઇન ભાગવતસપ્તાહ તથા સત્યનારાયણ પૂજા અને મહાશિવરાત્રી ની સફળતાબાદ રોજ સવારના ઓનલાઈન યોગા તથા ગુરુવારે ગીતાજીનાક્લાસ તથા શુક્રવારે ડોક્ટર વેબિનાર દ્વારા લોકોમાં જાગૃતતાલાવવાનું કાર્ય સતત ચાલુ છે .અમારું ધ્યાન એકબીજાને શિક્ષિતકરવા અને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અનેઆર્થિક રીતે વૃદ્ધિ કરીને ઉચ્ચ ગુણવત્તાની જીવન જીવવા પર છે. અમે મુંબઈમાં છીએ પરંતુ અમારું મિશન મોટા સ્તરે વિકાસકરવાનું અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્લેટફોર્મબનાવવાનું છે. ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન અને નાણાવટી મેક્સ હોસ્પિટલ દ્વારા અવયવ દાન (organ donation) બાબત માટે એક વિશિષ્ટ કાર્યક્રમનું
નાણાવટી મેક્સ ઓડિટોરીયમમાં કરવામાં આવ્યું છે. ઓર્ગેનડોનેશન માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય ચાલુ છે.

Comments